‘ડૉ. આંબેડકર અને માનવ અધિકારનું દર્શન’ વિષય પર વિશેષ વ્યાખ્યાન

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે ‘ડૉ. આંબેડકર અને માનવ અધિકારનું દર્શન’ વિષય પર વિશેષ વ્યાખ્યાન યોજાયું

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ | ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન ખાતે તારીખ ૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘ડૉ. આંબેડકર અને માનવ અધિકારનું દર્શન : સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક ન્યાય’ વિષય પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાબાસાહેબ આંબેડકર ચેર સેન્ટરના સંશોધન અધિકારી ડૉ. રવિ બી. ધાનાણી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

વિશેષ વ્યાખ્યાન દરમિયાન ડૉ. રવિ ધાનાણીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને માનવ અધિકારના દર્શન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે સમાનતા, સ્વતંત્રતા અને સામાજિક ન્યાય જેવા મૂળભૂત સિદ્ધાંતોના સંદર્ભમાં ડૉ. આંબેડકરના વિચારોનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે માનવ અધિકાર અને સામાજિક ન્યાયના વિવિધ પાસાંઓને સમજવાની એક વિશેષ શૈક્ષણિક તક બની રહ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ભવનના અધ્યક્ષ ડૉ. ભગીરથસિંહ માંજરિયા દ્વારા ડૉ. રવિ ધાનાણીનું અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉ. માંજરિયાએ પણ વિદ્યાર્થીઓને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારો અને ભારતીય બંધારણના પરિપ્રેક્ષ્યમાં વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે બંધારણીય મૂલ્યો, માનવ અધિકાર અને સામાજિક ન્યાયના અભ્યાસનું મહત્ત્વ સમજાવતું માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું.

આ વિશેષ વ્યાખ્યાનમાં ભવનના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં ભવનના અન્ય અધ્યાપકગણ તેમજ પીએચ.ડી.ના સંશોધનાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાર્થીઓમાં બંધારણીય મૂલ્યો, માનવ અધિકાર અને સામાજિક ન્યાય પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે આયોજિત આ વિશેષ વ્યાખ્યાન ભવનની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં એક મહત્વપૂર્ણ ઉમેરો બની રહ્યું હતું.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

24-09-2026